દિનેશ વસાવા,આર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નોશીલ હોય છે. પરંતુ ડેડિયાપાડા તાલુકાના સરકારી ગેસ્ટ હાઉસની સામે, સાગબારા રોડ અને માધ્યમિક શાળા જાનકી કન્યા શાળા, આઈટીઆઈ સિવિલ કોર્ટથી નજીક બનાવવામાં આવેલા શૌચાલય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકોને સુવિધાઓ મળી રહે તે સતત પ્રયત્નો કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ સરકારના કામોનો પણ યોગ્ય ઉપયોગ ન થવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ 2016-17માં ડેડિયાપાડાના રેસ્ટ હાઉસ સામે ખુલ્લી જગ્યામાં બનાવવમાં આવેલા લાખો રૂપિયાનો શૌચાલય ધૂળ ખાય રહ્યા છે. આ શૌચાલય એટલા માટે ધૂળ ખાય રહ્યા છે. કારણ કે શૌચાલય બનાવ્યા પછી તેને તાળા મારી દેવામાં આવ્યા જેના કારણે સ્થાનિક તંત્રએ આજદિન સુધી શૌચાલયના તાળા ખોલ્યા નથી.