38 C
Ahmedabad
Saturday, June 3, 2023

ઘટસ્ફોટઃનર્મદાનું પાણી દુબઈ લઈ જવા યોજના આકાર લઈ રહી છે:રોમેલ સુતરિયા


રવિવારે એક મિડિયા ચેનલમાં ઈન્ટરવ્યુ દરમિયાન આદિવાસી સમસ્યાઓ અને નિરાકરણની વાતચીત કરતા સમયે રોમેલ સુતરિયા દ્વારા વ્યારા સુગર ફેકટરી જેમાં ૩૧,૦૦૦ ટન શેરડીના નાણાં ખેડૂતોને તેમજ કર્મચારીઓને આપવાના થાય છે, ૧૩૬ કરોડનું વ્યારા સુગર ફેકટરીનું દેવું, જંગલ જમીન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬નું આટલાં વર્ષો પછી પણ સંપૂર્ણ અમલીકરણ નથી થયું.૧,૮૨,૮૭૯ દિશાઓમાં થી ૫૦% દાવાઓ પણ આજદિન સુધી મંજૂર થયા નથી.

સમ્રુધ્ધ જીવન, વિશ્વામિત્રી, ઓસ્કાર, કલમ, જય વિનાયક, PACL , સહારા મૈત્રેયી, સિટ્રસ/ટ્વિંકલ (મિરાહ ગ્રુપ) જેવી કંપનીઓ દ્વારા આદિવાસીઓ પાસે રોકાણ કરાવી મોટા પાયે થયેલા અરબો રુપિયાના પોન્ઝી ચિટફંડ કૌભાંડ,૭૩ એએ સત્તા પ્રકારની જમીનો આદિવાસીઓ પાસેથી છીનવી શકાય માટે અધિકારીઓની કુનીતી જેવા વિષયો ઉપર ધારદાર વિચારો રજુ કર્યા હતા.માત્ર સમસ્યાઓની વાત અને ફરિયાદ કરી નેત્રુત્વ કરવાથી વિશેષ હરહંમેશ સકારાત્મક અભિગમ સાથે નિરાકરણના વૈકલ્પિક વિચારો રજુ કરનાર રોમેલ સુતરિયા દ્વારા ગુજરાત સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી આદિવાસી પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારને પહેલ કરવા સુચન કર્યું હતું.

ઘટસ્ફોટની વાત ત્યારે સર્જાય હતી કે એક ન્યુઝ પેપરના હવાલેથી રોમેલ સુતરિયાએ નર્મદાનું પાણી દરિયાઈ માર્ગે મુંબઈથી દુબઈ અંડર વોટર ટનલમાં ૨૦૦૦ કિમીની ટ્રેન શરૂ કરી ટાઈપ મારફતે પાણી દુબઈ મોકલવામાં આવનાર યોજના આકાર લઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. નર્મદા ડેમના વિસ્તારના ખેડૂતો, આદિવાસીઓ અને ગુજરાતને નર્મદાનું પાણી પૂરેપૂરું પહોંચે તે નેટવર્ક હજુ સંપૂર્ણ તૈયાર નથી થયું. ગુજરાતના ખેડૂતો પાણી માટે માંગણીઓ કરતા રહ્યા છે ત્યારે રોમેલ સુતરિયા દ્વારા એક મિડિયા ચેનલના આઠ કલાકના મેઘા લાઈવ શો આ વાત જણાવી હતી. ઘટસ્ફોટના પડઘા કેવા પડે છે જોવું રહ્યું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
35SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!