વસાવા દિનેશ આર
રાજપીપળામાં આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા અને ઉદ્દઘાટન કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જર્મનીના લીઓના અને અમદાવાદથી વિજયભાઈ કિર્તીબેન ગુનેઠા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શોભા વધારવા માટે સહકારી મંડળીની બહેનો દ્વારા આદિવાસી લોક ગીત તેમજ આદિવાસી નૃત્યથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહત્વના આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તમામ તાલુકા જેમ કે, ડેડિયાપાડા, નાંદોદ, તિલકવાડા અને સાગબારા તાલુકાની સહકારી મંડળી સાથે સંકળાયેલી આદિવાસી મહિલાઓ તેમજ બચત અને ધિરાણ સહકારી મંડળીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.