સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભર ઉનાળે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ક્યાંક વીજળી પડ્યાની માહિતી પણ સામે આવી છે. જેમાં બુધવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ શરૂ થઇ હતી.
જેમાં નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામનો રહેવાસી પ્રકાશ પ્રભુભાઈ વસાવા પોતાની પાલતુ બકરીઓને ચરાવવા ગામની સીમમાં ગયા હતા. દરમિયાન તેઓ જ્યાં ઊભા હતા. ત્યાથી થોડેક અંતરમાં આકાશ માંથી વીજળી પડવાથી પ્રકાશને વીજળીના ઝટકો લાગતા દુર ફેંકાય જવાથી તેમના મોઢાની અંદરથી લોહી નીકળતા તેમજ નાકના ભાગે ઇજા થતા તેમને તાત્કાલિક 108 દ્વારા નિઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલમા હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે.