વ્યારા તાલુકાના વાઘઝરી ગામેથી ખેરના લાકડો ભરેલો ટેમ્પો વ્યારા વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો હતો. પરંતુ લાકડા ચોરોને વન- વિભાગની ટીમ ઝડપી શકી ન હતી. જેનો અહેવાલ લોક સમાચારમાં ચાલતા સપાટો બોલાય ગયો હતો. જે બાદ વન વિભાગની ટીમે લાકડા ચોરોને પણ ઝડપી પાડ્યા છે.
શુ હતી ઘટનાઃ-
વ્યારા વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વ્યારા તાલુકાના વાઘઝરી ગામ પાસે જી.જે.19 ટી 2400 નંબરના ટાટા પીકઅપ ટેમ્પો ગાડીમાં ખેરના 140 નંગ લાકડા ભરેલો જથ્થો ઝડપાય ગયો હતો. જ્યારે વન વિભાગની ટીમને ચકમો આપી લાકડા ચોર ફરાર થઈ ગયા હતા. જો કે બાદમાં તપાસ કરતા વન વિભાગની ટીમે બે ભેજાબાજ લાકડો ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલે છે કે, મોટો ભાગના કિસ્સાઓમાં લાકડા ભરેલી ગાડીઓ પકડાઈ જતી હોય છે. પરંતુ ગાડીઓના ચાલકો એટલે ડ્રાયવરો પકડતા નથી.પરંતુ આ મામલામાં વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં લાકડા ચોરોને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે.