32 C
Ahmedabad
Monday, September 9, 2024

નિઝર મામલતદારની મીઠી નજર હેઠળ,રેતી ખનન માફિયાઓના જલસા,જાગૃત નાગરિકે કરી અરજી, માફિયાઓ પર કાર્યવાહી ક્યારે?


તાપી જિલ્લાના ભૂસ્તર અધિકારીઓની મીઠી નજર હેઠળ તેમજ નિઝર મામલતદારની રહેમ નજર હેઠળ રેતી ખનન માફિયાઓના જલસા પડી ગયા છે. કારણ કે અધિકારીઓને અંહી મલાઈ લેવામાં રોષ છે પણ ખનન માફિયાઓ પર કાર્યવાહી કરવામાં બિલકુલ રોષ નથી. જેના કારણે એક જાગૃત નાગરિકે નિઝર તાલુકાના મામલતદારને રેતી ખનન બંધ કરવામાં આવે તે માટે અરજી કરી છે.

શું છે સમગ્ર ઘટનાઃ-

નિઝર/કુકરમુંડા તાલુકાના બાલદા ગામની તાપી નદી કિનારે સંજય શાહા, દિનેશમેટ્રો, સંદીપ, વિજય, જેઓ ગેરકાયદેસર લીઝ ચલાવી રહ્યાનો રાવો ઉઠી રહી છે. બાલદા ગામમાં સરકાર તરફથી કોઈ લિઝ મંજુર કરવામાં આવેલી નથી? તો પછી કોના ઇસારાથી રેતી ખનન થઈ રહી છે? GPRS રીડિંગ દ્રારા વિડિઓ અને ફોટો લેવામાં આવેલા છે. આ GPRS રીડિંગમાં ખુલ્લેઆમ જોવાઈ રહ્યું છે કે પોતાનો હદવિસ્તાર છોડીને રેતી ખનન થઈ રહી છે. GPRS દ્રારા ફોટો કે વિડિઓ લેવામાં આવેલ છે તો સ્થનિક અધિકારી અને તાપી જિલ્લાના ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ પણ નકારી નહીં શકે ? વ્યાવલ, જુના આશ્રવા, જુના પીપલાસ, જુના ગોરશા, સતોલા, વ્યાવલ, ઉબદ, ચોરગામમાં લિઝ ઘારકો પોતાના હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરી રહયા છે.જૂની આંતૂર્લી ગામમાં નયનાબેન પ્રવિણભાઈ વસાવાની લિઝ મંજુર કરવામાં આવેલી છે પરંતુ જેટલી હદ વિસ્તાર લિઝ મંજુર કરવામાં આવેલી છે તે હદ વિસ્તાર છોડીને ગામની તાપી નદી તરફથી ગામની સિમા તરફ રેતી ચોરી કરવામાં આવી રહી  છે.

ભવિષ્યમાં તાપી નદીમાં મહાપુર આવશે તો ગામમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો પડી જશે? એવો ભય લોકોને લાગી રહી છે. ગામમાં પાણી ફરી વળશે એનો જીમેદાર કોણ? સ્થાનિક અધિકારી અને તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ રહશે ખરાં? હાલમાં તાપી નદીનું પાણી ઘટી જવાથી સાફ સાફ જોવાઈ રહયું છે કે કેટલીક લિઝો ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. તો પછી સ્થાનિક અધિકારી/તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણની ઉંઘમાં કેમ ઉંઘી ગયા છે. એવો પ્રશ્ન લોક ચર્ચા થઈ રહી છે.

ચિંચોદા ગામની તાપી નદીના કિનારે ઘનશ્યામ નરસિંહ પટેલ લિઝ હોલ્ડર GPRS રીડિંગથી પોતાની હદવિસ્તારથી બહાર(ગેરકાયદેસર)રેતી ચોરી કરે છે. ધ્રુવ સ્ટોન કવરી ચિંચોદા પોતાની હદ વિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ખનન કરે છે. કોટલી ગામમાં જેટલી પણ લિઝો છે તે પણ પોતાની હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરે છે. જુના પીપલાસમાં અલ્પેશ પટેલ પણ હદ વિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ખનન કરે છે.નિઝર/કુકરમુંડામાં જ્યાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી હવાનો ગણગણાટ સાંભળવા મળે છે ત્યારે સ્થાનિક અધિકારીઓ/તાપી જિલ્લાના ખાન ખનીજ વિભાગના અધિકારીઓ આ બાબતે શુ ધ્યાન આપે છે. તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે?

તાપી નદી કિનારે આવેલા ગામડાઓમાં હાલ મોટેભાગે રેતી ખનન થઈ રહી છે ત્યારે ઘણા રેતી ચોરો વગર પાસ-પરમટી(રોયલ્ટી વિના)રેતી ચોરી કરી કરોડો રૂપિયોનો સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહયા હોવાના ચર્ચાની એરણે ચઢ્યું છે. લીઝ મંજુર કરવામાં આવેલી નથી અને અડધી લિઝો પોતાની હદવિસ્તાર બહાર ચલાવીને રેતી ચોરી કરી રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે મહિનામાં તાપી નદીમાં પાણી ઘટવાથી લિઝો ક્યાં આવેલી છે અને ક્યાં ચલાવે છે તે GPRS રીડિંગ દ્રારા ખબર પડે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને અને તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણે કોઈ ખબરની હોય એવુ જતાવે છે.

કોઈ વાર તાપી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગનું ચેકીંગ આવે ત્યારે પહેલા પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી લેવાય છે તો પછી નવાડીઓમાં GPRS રીડિંગ લગાવવામાં આવ્યું હશે? એટલા માટે  ખાણ-ખનીજ ચેકીંગ આવે તો નાવડીઓ પોત પોતાની સ્થળ પર જતી રહે છે. જેના પરથી એવું પણ સ્પષ્ટ સમજી શકાય છે કે તાપી જિલ્લાની ખાણ-ખનીજ વિભાગના કર્મચારી /અધિકારીઓની આ રેતી ચોરી કરનારઓ સાથે સાંઠ ગાંઠ હોવી જોઈએ? જેથી ચેકીંગ આવતા પહેલા જ રેતી ચોરોને એલર્ટ કરી દેવામાં આવે છે.

ત્યારે આવા કર્મચારી/અધિકારીઓની બેદરકારીને લીધે સરકારી તિજોરીને લાખા નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહયું છે. ત્યારે જિલ્લા કલેકટર સ્થાનિક અધિકારીઓ/જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર નજર રાખી આ બાબતે યોગ્ય તપાસ કરાવડાવે તો મોટા પ્રમાણમાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી?


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!