વિકાસના નામે મોટી-મોટી વાતો કરનારી વ્યારા નગરપાલિકા શાકભાજી વેચતા લોકોને શાકભાજી વેચવા માટે યોગ્ય જગ્યા ફાળવી શકી ન હોવાથી શાકભાજીનું વેચાણ કરનારા લોકો પાથરણા પાથરી શાકભાજીનો ધંધો કરતા હોય છે. પરંતુ તેમા પણ નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવતા શાકભાજીના વિક્રેતાઓ ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
શાકભાજીના વિક્રેતાઓનો આક્ષેપ છે કે, નગરપાલિકાના સત્તાધીશો શાકભાજી વેચતા આદિવાસી અને ગરીબ લોકોને પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે. વિક્રેતાઓએ વધુમાં કહ્યું કે, જો આગામી સમયમાં ન્યાય ન મળે તો ભારે વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.