વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે. ત્યારે નર્મદા જિલ્લાના સર્વે વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન કરતું આવતું આવેદનત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પોલીસ દ્વાર યુવરાજસિંહને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને યુવાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી યુવરાજસિંહ આપડી પડખે હતા. હવે આપડે યુવરાજસિંહ સાથે ઊભા રહેવાનું છે.જેના ભાગરૂપે સોમવારે નર્મદા રાજપીપળા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.