કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજી ફગાવી દીધી હતી.
23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 13 એપ્રિલ, 2019 ના રોજ એક ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ મોદી અટક મામલે નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીને બાદમાં આ કેસમાં જામીન મળી ગયા હતા. આ પછી, 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં તેની સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.