પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. સોમવારે તેમને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પણ રાખવામાં આવ્યા હતા, વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગયા અઠવાડિયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહેએ બાદલની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના આરોગ્યમાં સુધારા થાય તે માટે પ્રાર્થના કરી હતી. કોવિડ પછીની આરોગ્ય તપાસ માટે ફેબ્રુઆરી 2022 માં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.