પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બુધવારેના રોજ એક બંદૂકધારી મુચિયા આંચલ ચંદ્ર મોહન હાઈસ્કૂલના વર્ગમાં ઘૂસ્યો. આ વ્યક્તિએ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો, બાદમાં પોલીસે બાળકોને બચાવ્યા અને વ્યક્તિને કસ્ટડીમાં લીધો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તો બીજી તરફ પોલીસ તપાસ પણ ચાલી રહી છે. આ બાબતે સ્થાનિક લોકોએ શાળામાં દેખાવો પણ કર્યા હતો.
બાદમાં વાલીઓને સમજાવામાં આવ્યા હતા.
માલદાના એસપી પ્રદીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે એક બહારનો વ્યક્તિ દાખલ થયો હતો. બાદમાં તેની પાસે હથિયાર પણ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંકટને ટાળવા માટે પોલીસની પ્રશંસા કરી હતી.
ગોળી મારી દેવાની ધમકી આપી
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિ આઠમા ધોરણમાં પ્રવેશી ચૂક્યો હતો. હાથમાં બંદૂક લઈને તે બાળકો અને શિક્ષકને ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યો હતો. અધિકારીએ કહ્યંથ કે વ્યક્તિએ કહ્યું કે ‘જો કોઈ તેને ગોળી મારી દેશે તો તે ગોળી મારી દેશે’ તેમણે જણાવ્યું કે આરોપીની ઓળખ દેબ બલ્લભ નામના વ્યક્તિ તરીકે થઈ છે. આરોપીના કબજામાંથી એક બંદૂક, પ્રવાહી ભરેલી બે બોટલ અને એક છરી જપ્ત કરવામાં આવી હતી.