ડેડિયાપાડા તાલુકાના સોરાપાડા રેંજના કોરવી વાડવા ગામના જંગલમાં મોટા પાયે જંગલ કટીંગ કરવામાં આવ્યું છે. તેમજ જંગલ કટીંગ કર્યાં બાદ જંગલમાં આગ લગાડી દેવામાં આવી છે. જંગલ સળગી ગયું હોય તેવો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ સરકાર પર્યાવરણ બચાવવોની મોટી-મોટી વાતો કરે છે. પરંતુ સોરાપાડા રેંજમાં આવેલા જંગલની વાસ્તવિક્તા કંઈક અલગ જોવા મળે છે.
જંગલ કટીંગ તેમજ જંગલમાં આગ લગાડી દેવામાં આવી છે. તે છતાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આંખ આડે કાન કરતા હોય તેવું સામે આવ્યું છે. કારણ કે, જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.