દિનેશ આર વસાવા
ઉનાળો શરૂ થાય અને તાડના ઝાડ પરથી આવતી તાળફળી તમે ન ખાધી હોય તો એક વાર જરૂર ખાજો, કારણ કે ઉનાળામાં સૌથી સારું કોઈ ફ્રૂટ હોય તો તે છે તાળફળી, જી હા, રાજપીપળાના રાણીપરા ગામના યુવાન ઉનાળો આવતાની સાથે દર વર્ષ તાળફળી વેચી હજારો રૂપિયાની રોજગારી મેળવી લેતો હોય છે.
રાણીપરા ગામના યુવાન રાજપીળા શહેરના જકાત નાકા પાસે તાળફળીનું વેચાણ કરી રહ્યા છે. રાજપીપળા શહેરમાં આવતા જતા લોકો તાળફળીની ખરીદી કરતા હોય છે. જ્યારે વધારે ગરમી પડતી હોય છે. ત્યારે કેટલાક લોકો સ્પેશ્યિલ તાળફળી ખાતા હોય છે. કારણ કે, તાળફળી ખવાથી તમને શરીરમાં આરામ મળે છે. તેમજ તેમને થાક પણ ઉતરી જાય છે.