ગુજરાતમાં વર્ષ 2008થી 2022 સુધીના પંદર વર્ષ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટ્સમાં અંદાજે 1,398 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. અને બીજા 455 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના પોલીસ મથકોમાં આરટીઆઈ કરતા આ માહિતી સામે આવી છે. આના પરથી એટલું સાબિત થાય છે. કે, બિનસત્તાવાર મોત અને ઈજાના આંકડા ઘણા મોટા હશે.
કોની બેદરકારી ?
તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ રાજપીપળાની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજપીપળામાં બોયઝ હોસ્ટેલની કામગીરી ચાલી રહી છે. જેમાં કામ કરતા શ્રમિકો કોઈપણ સેફ્ટી વગર કામ કરી રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબ દાર કોણ ?
બોયઝ હોસ્ટેલની કામગીરી પાસે એક -બે વર્ષનું નાનું બાળક પણ રેતીમાં રમતું નજરે પડે જો કોઈ બનાવ બને તો શ્રમિકોની જવાબદારી કોણે લેશે તે મોટો સવાલ અંહી થઈ રહ્યો છે. કોન્ટ્રક્ટ દ્વારા શા માટે શ્રમિકોને સેફ્ટી આપવામાં આવી નથી.
બાંધકામમાં બેદરકારીઃ-
બોયઝ હોસ્ટેલની કામગીરી સત્યમ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં રેતી પણ યોગ્ય ક્વોલિટી વાળી વાપરવામાં આવતી નથી. જાહેર જનતા માટે જે બોર્ડ મુકવામાં આવ્યું જેમાં જે રીતને વિગત મૂકવામાં આવી છે. તે રીતે કામ પણ ન થતું હોવાનું સામે આવ્યું છે.