સુરત બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર છ લોકોના મોત થયા છે. જેમાં ત્રણ મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.