ડી.જી.ગામીત
તાપી જિલ્લાના ઉકાઈ-પાથરડા વિસ્તારમાં થોડા સમય પહેલા એક યુવતી પર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે ફાયરિંગની ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. કે યુવતી પર કોણે ફાયરિંગ કર્યું હશે. અને શા માટે ફાયરિંગ કર્યું ? પોલીસ માટે એક મોટો પડકાર હતો. પરંતુ કહેવાય છે ને કે, આરોપી ગમે એટલો શાતિર કેમ ન હોય એકને એક દિવસ તે પોલીસ સકંજામાં આવી જાય છે. અને આ વખતે પણ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના પાંજરે પૂર્યો છે.
શું હતી સમગ્ર ઘટનાઃ-
આ સમગ્ર સ્ટોરી પિક્ચરની સ્ટોરીને ટક્કર મારી તેવી છે. કારણ કે જ્યારે આરોપી પોલીસ પકડમાં આવે છે. ત્યારે તેનો સમગ્ર ગુનાહિત ઈતિહાસ ખુલ્લી જાય છે. આરોપી રાકેશ રામુ વસાવાને હકીકતમાં જે યુવતી પર ફાયરિંગ કર્યું હતું તે યુવતી સાથે પ્રેમ સંબધ હતો.
આરોપી ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. સાથેજ કરેટેમાં ડબલ બ્લેક બેલ્ટ છે. પશુપાલન સાથે સંકળાયેલો હતો. ગાય ભેંસ રાખી પોતાનું જીવન ગુજારનાર રાકેશ રામુ વસાવા ગાય-ભેંસો માટે ઘાસ લેવા માટે ઉકાઈના પાથરડાં વિસ્તારમાં ગયો હતો. જે દરમ્યાન આ યુવકનો યુવતી સાથે આંખ મળી જતા બંનેએ એકબીજાને મોબાઈલ નંબરની આપે-લે કરી. જે બાદ બંનેએ મોબાઈલ પર વાતચિત કરવાનું શરૂ હતું. ધીરે ધીરે બંનેની પ્રેમ પ્રક્રિયા આગળ વધી.
પરંતુ બંનેના પ્રેમમાં અચાનક તિરાડ પડી ગઈ, આરોપી રાકેશે પ્રેમિકા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યાં હતો. જેથી તે પ્રેમિકાને પોતાની માની બેઠો હતો. પરંતુ પ્રેમિકાનો અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોય તેવી જાણ થતાં રાકેશે યુવતીને મારી નાખવાનો પ્લાન કર્યો અને 5000 હજારની પિસ્તોલ ખરીદી અને પ્રેમિકા પર ફાયરિંગ કર્યું.
કેવી રીતે પકડાયો આરોપીઃ-
આરોપી રાકેશ યુવતી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ તાપી પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન હાથ ધર્યાં હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ બિપીન અને પ્રકાશને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે છાપટી ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપીને ઝડપી લીધો.
તાપી LCBની 5 દિવસની મહેનત રંગ લાવીઃ-
આરોપી ફાયરિંગ કરી ફરાર થઈ ગયો છે. તેવી માહિતી મળતા તાપી પોલીસ ઈન્સ્પેક્ટર આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેક્ટર વાય.એસ શિરસાઠના માર્ગદર્શન થતા તાપી જિલ્લા એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખના કર્મચારીઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાનું નક્કી કર્યું હતું. અને તપાસ હાથ ધરી હતી. જેમાં તાપી એલ.સી.બીને ટીમે પાંચ-દિવસ રાત-દિવસ કામ કરી આખરે આરોપીને ઝડપી લીધો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસઃ-
આરોપી રાકેશ સામે આગળ પણ અનેક ગુના નોંધાયેલા છે. રાકેશ એક કા ડબલ કરવાની લાલચ આપી લૂંટ ચલાવતો હતો. તેમજ સેલઆંબામાં 306, આકાલકુવામાં વર્ષ 2008માં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. તેમજ અંકલેશ્વરમાં 420ની ફરિયાદ નોધાયેલી છે. હાલ તો પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ તેમજ 6 કાર્ટિસ જપ્ત કર્યાં છે. તેમજ અન્ય પણ ઘાતકી હથિયારો ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.