29 C
Ahmedabad
Thursday, March 28, 2024

ડેડીયાપાડા પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ


દિનેશ આર વસાવા

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના કર્મચારી એલ.જી વળવી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસ કેન્સ્ટેબલ રાકેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આઈસર કન્ટેનર ગાડી નંબર KA.45.A3383માં ઈંગ્લિશ દારૂ ભરીને આઈસર કન્ટેનર રાજપીપળા બાજુથી નીકળવાની છે. તેવી બામતી મળતા પોલીસ સ્ટાફ એલ.જી વળવી અને રાકેશે બાતમી મુજબની ગાડીને રોકી ગાડી ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂની વિદેશી બ્રાન્ડઃ-
પોલીસે ગાડી ચેક કરતા તેમાંથી WHISKY, McDOWELL S,TUBORG PREMIUM BEER મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. સૂત્રની માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પ્રકાશચંદ્ર ભીખારામ બિશ્નોઈ, અને સુરેશ ઉર્ફે શંકર બિશ્નોઈ, આ વિદેશી દારૂ અમદાવાદ લઈ જતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે 21 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઃ-
જે.પી.પંડયા, ઇન્સ્પેકટર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન
એલ.જી. વળવી, સબ ઇન્સ્પેકટર ડેડીયાપાડા
રાકેશ ચંપક ,સાગબારા પોલીસ કોન્સ્ટેબલ
કમલેશ પરસિંગ, પોલીસ કોન્સ્ટેબલ
અલ્પેશ ચંદુ, પોલીસ કોન્સટેબલ
ગજેન્દ્રસિંહ સુંદરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!