તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના મહિલા અધ્યક્ષ લાંચ લેતા ACBના સંકજામાં આવી ગયા, પરંતુ મહિલા મોટો રાજકીય વગ ધરાવતી હોવાથી સમગ્ર મામલો દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
તાપી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવા લાંચ લેતા ઝડપાય ગયા હોવાની વાત સમગ્ર જિલ્લામાં વાયુવેગે પ્રસરી જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા. અને સમગ્ર ઘટનાક્રમને દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે મીડિયાને પણ આ મામલે કોઈ હજુ સુધી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી.
કોણ સાચવી રહ્યું છેઃ-
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરિતા વસાવા મોટો નેતાઓ સાથે વગ ધરાવે છે. જેના કારણે તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. શિક્ષણ સમિતિના અધ્યક્ષને શુક્રવારે તાપી ACBની ઓફિસમાં લઈ જવામાં આવી હતી. છ સાત કલાકની પૂછપરછ કરવા છતાં હજુસુધી કોઈ યોગ્ય જાણકારી મળવા પાત્ર નથી. ત્યારે તાપી ACB સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ થાય છે કે, મહિલા રાજકીય વગ ધરાવતી હોવાથી શું તમને કોઈ સાચવી રહ્યું છે.