કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે, હું કર્ણાટકની જનતા, કાર્યકરો, નેતાઓ અને કર્ણાટકમાં કામ કરનાર તમામ નેતાઓને અભિનંદન આપું છું. તેમણે વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું અને હવે પ્રેમની દુકાનો ખુલી ગઈ છે. પ્રથમ કેબિનેટમાં જનતાને આપેલા 5 વચનો પૂરા કરીશું
બપોરે 3.30 વાગ્યા સુધીના આંકડા મુજબ કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસ 139 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 63 સીટો પર આગળ છે. જેડીએસ 21 સીટો પર આગળ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને 113 સીટોની જરૂર છે.
સંજીવની મળી ગઈ છેઃ-
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો, આ જનતાના આશીર્વાદ છે. પીએમ ડબલ એન્જિનની વાત કરે છે, પરંતુ જનતાએ કામને મહત્વ આપ્યું. તેમણે કહ્યું કે અમારી પાર્ટીને સંજીવની મળી છે. અમે ગેરંટીની વાત કરી, જનતાએ જનાદેશ આપ્યો. પાર્ટીમાં નવી એકતા જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકમાં પ્રેમની દુકાને કામ કરવાનું શરૂ કરી દીધું છે. સત્યની જીત થઈ. પ્રગતિ જીતી. સ્વાભિમાન જીત્યું.