તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના મહિલા અધ્યક્ષ સરિતા વસાવાને શુક્રવારે ACBએ લાંચ લેતા ઝડપી પાડી હતી. સરિતા વસાવાએ અંદાજે ત્રણથી પાંચ લાખ લાંચ લીધી હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. પરંતુ મહિલા રાજકીય વગ ધરાવતી હોવાથી લાંચની રકમ ઓછી બતાવી આરોપી મહિલાને છાવરી લેવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.
મહત્વનું છે જ્યારે ACB દ્વારા મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. અને તાપી ACB પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવામાં આવી હતી. જેની જાણ ભાજપના કાર્યકર્તાઓને થતાં ACB પોલીસ સ્ટેશન પાસે કેટલાક કાર્યકર્તાઓ આંટાફેરા મારતા હોવાની પણ વાત સામે આવી છે. અને તેનાજ કારણ ACB દ્વારા મહિલાને છાવરી લેવાની ચર્ચા પણ સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે.