રાજ્યમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જાય છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડેડિયાપાડા તાલુકા તેમજ જિલ્લાના યુવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પી.આઈ.પી.જે પંડ્યા દ્વારા DySPનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાજર લોકોને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ નર્મદા આરટીઓ દ્વારા લાયસન્સ માટેના નિયમો અને લાયસન્સના ફાયદા મામલે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમમાં Dy.S.P જી.એ.સરવૈયા,રાજપીપળા,PI પી.જે.પંડયા, ડેડીયાપાડા, P.S.I એલ.જી.વળવી, R.T.O, રાજપીલા હાજર રહ્યા હતા.