તાપી જિલ્લાના ગાંગપુર ગામે થોડા સમય પહેલા કચરાના ઢગલામાંથી અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે અજાણી યુવતી કોણ છે. અને શા માટે તેની હત્યા કરી હતી તે મામલે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી. બનાવમાં તપાસ કરી રહેલી પોલીસને યુવતીના પતિ પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપી પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું હતું.
આડા સંબંધોમાં પત્નીની હત્યાઃ-
હત્યારા પતિને પોતાનીજ પત્ની પર આડા સંબંધોની શંકા હતી. જેથી આરોપી સતીષ કાથુડે પત્નીને લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી. બાદમાં હત્યા કરાયેલી લાશ કચરાના ઢગલામાં નાખી દીધી. હત્યા બાદ પાપી પતિ જાણે બીજાએ હત્યા કરી હોય તેમ નાટક કરવા લાગ્યો અને પોતાનું પાપ છુપાવા માટે તેમજ પોલીસથી બચવા માટે નાસતો-ફરતો હતો પણ શેતાન પતિને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીંદગીનો માળો વિખરાય ગયોઃ-
આડા સંબંધોના વહેમમાં આરોપી પતિએ પત્નીની હત્યા કરી નાખી. જેથી પત્નીનું મોત થયું જ્યારે હત્યારા પતિને પોલીસે ઝડપી પાડી જેલના પાજરે પૂરી દીધો છે. જેના કારણે સમગ્ર પરિવારનો માળો જોતજોતામાં વિખેરાય ગયો.