28 C
Ahmedabad
Thursday, October 10, 2024

જો તમારી પાસે રૂપિયા 2000ની નોટો છે તો શું કરવું જોઈએ, જાણી A to Z માહિતી


ભારતીય રિઝર્વ બેંક એ શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. RBIના નિર્ણયનો અર્થ એ છે કે 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયા લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈના નિર્ણય બાદ બે સવાલ મહત્વના બની ગયા છે કે શું આ નોટો આગામી દિવસોમાં પ્રતિબંધિત થશે અને તમારે તાત્કાલિક શું કરવું જોઈએ.

સવાલ એ છે કે શું 2000 રૂપિયાની નોટ બંધ થશે?

અત્યારે આ સવાલનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે આવતા મહિનામાં 2000 રૂપિયાની નોટો બંધ થઈ જશે. પરંતુ RBI દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનો અર્થ એ છે કે આ નોટો હવે ચલણમાં રહેશે નહીં અને 30 સપ્ટેમ્બર, 2023 પછી આ નોટોને પણ બેંક સર્ક્યુલેશનમાંથી હટાવી દેવામાં આવશે.નોટ બંધ થશે કે નહીં, તેનો જવાબ મળવામાં સમય લાગશે, પરંતુ આ નિર્ણયનો ચોક્કસ અર્થ એ છે કે આ નોટ બંધ કરવા માટે પ્રથમ પગલું ચોક્કસપણે લેવામાં આવ્યું છે.

તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો તરત શું કરવું?

સરળ જવાબ છે કે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે માર્કેટમાં જશો તો તેની સાથે લેવડ-દેવડ કરી શકશો, પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લઈ લો.

તમને નોટો બદલવા માટે પૂરો સમય મળશે.

30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. 20000 રૂપિયા એક સમયે બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.

તમને જણાવી દઈએ કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!