28 મેના રોજ પ્રધાનમંત્રી મોદી નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે. આ ખાસ પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરાશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે સંસદ ભવનના ઉદ્ઘાટનને યાદગાર બનાવવા 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. આપને જણાવી દઈએ કે 75 રૂપિયાના આ સિક્કામાં સંસદ પરિસરની છબી હશે, સિક્કો 44 મિલીમીટર વ્યાસનો હશે તો આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5 ટકા જસત હશે, આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે.
કોલકાતાના ટકસાલમાં આ ખાસ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. સિક્કાના આગળના ભાગમાં અશોક સ્તંભનું નિશાન હશે તો સિક્કાની વચ્ચોવચ સત્યમેવ જયતેનું લખાણ હશે. સિક્કાની નીચેની બાજુએ અંગ્રેજીમાં સંસદ ભવન લખેલું હશે.