ગુજરાત રાજ્યાના છેવાડે આવેલા કવાંટ તાલુકાના હાફેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબાણમાં ગયેલા હાફેશ્વર ગામના વિસ્થાપિતોને બોડેલી તાલુકાના કુંદનપુર પાસે વિસ્થાપિત કરવામાં આવ્યા છે. પોતાની સમગ્ર મહામૂલી ગુમાવી દેનારા વિસ્થાપિતનો જ પીવાના પાણી માટે વખલાં મારવા પડ્યા છે. દિવસ ઉગતાની સાથે સ્થાનિક લોકમાં એકજ સવાલ પેદા થાય છે કે, આજે પીવાનું પાણી ક્યાંથી લાવું. સ્થાનિક લોકો જ્યાં રહે ત્યાથી ત્રણ કિલોમીટરે પીવાનું પાણી લેવા માટે દરરોજ ત્રણ કિલોમીટરથી નર્મદા નહેર પસાર થાય છે. પરંતુ આ વિસ્થાપિતોને પાણી ન મળતા ગામના લોકો વલખા મારી રહ્યા છે.ગામની ભાગોળે આવેલો એકમાત્ર હેન્ડ પંપનો સહારો છે.
મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાત થઈ નર્મદા નદી હાફેશ્વર ગામ પાસેથી પસાર થાય છે તેની ઉપર કેવડીયામાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આવેલો છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની આવેલી છે નર્મદા નદી પર ડેમ બનતા પાણી મધ્ય પ્રદેશ સુધી સંગ્રહ થાય છે તેમાં હાફેશ્વર ગામ પણ આવી જાય છે. પરંતુ ગુજરાતમાંથી કચ્છ સુધી સિંચાઇના અને પીવાના પાણી પહોચાડવામા આવે છે આ નર્મદા નદી લોકોને જીવાદોરી સમાન છે. હાફેશ્વર ખાતેના વિસ્થાપિતોને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપૂરમાં વસાવવામાં આવ્યા છે.પરંતુ આખા ગુજરાત માટે જેમણે પોતાની મહામૂલી જમીનો ગુમાવી તેઓ જ પાણી માટે વલખાં મારે છે. જે ખૂબજ નીદનીય બાબત કહી શકાય. તંત્ર ને તેમજ નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા નર્મદા ડેમનુ કામ પુરુ થઈ ગયા પછી કોઇ નર્મદા નિગમના અધિકારીઓ આ વિસ્થાપિતો તરફ ધ્યાન આપતા નથી. સરકાર નર્મદાના નીર કચ્છ સુધી સિંચાઇ તેમજ પીવા માટે પહોંચાડે છે. પરંતુ સ્થાનિક લોકોને પીવાનું પણી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા છે.