મળતી માહિતી અનુસાર સોમવારના રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામે ખેડા ફળિયામાં આવેલા કુવામાં મોર પડેલો જોવા મળતા ત્યાંથી પસાર થતાં ભાભોર વિરલભાઈ દ્વારા પોતાના જીવના જોખમે કુવામાં છલાગ મારી અને મોરનું રેસ્કયું કર્યું હતું. વિરલભાઈએ જણાવ્યું કે મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જેને બચાવવું એ આપણી સૌની નૈતિક ફરજ છે જેથી મે કૂવામાં પડેલો મોર જોઈને કૂવામાં છલાગ મારી અને મોરને બચાવી મારી નૈતિક ફરજ પૂરી કરી છે.