દિનેશ આર વસાવા
નર્મદા જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. સાગબારા તાલુકાના સેલંબા ગામની ખેતીવાડી માર્કેટની સામે રહેતા સહિદમેમણ પિતાનું અવસાન થતાં પરિવારજનો સાથે અંતિમવિધિ માટે ગયા હતા. દરમ્યાન બંધ મકાનમાંથી ચોર ઈસમો તાળુ તોડીને રૂપિયા ચાર લાખથી વધુની રકમ ચોરી ફરાર થઈ ગયા ગયા હતા.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી એસ.પી.પ્રશાંત સુંબના માર્ગદર્શન હેઠળ સીપીઆઇ પંડ્યા તથા સાગબારા પીએસઆઇ પાટીલ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. જે બાદ તપાસ કરતા સાગબારા તાલુકાનો વતની રણજીતસિંહ જાકીર લાલસિંહ શંકાના દાયરા માં આવ્યો હતો. જેથી સગબારા પોલીસે તેને અક્કલકુવાથી ઝડપી પાડયો હતો. આ શખ્સે દેડિયાપાડના જયદીપ સાથે મળી મકાન માં ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. આ બંને પાસેથી પોલીસે તમામ રૂપિયા કબજે કરી બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે,સમગ્ર ઘટનાની જાણ પોલીસેને થતાં પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક ચોર ઈસમોને ઝડપી પાડી એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.