ગુરુવારના દિવસે મોસ્કુવા ગામના પવિત્ર ધામ હનુમનજી મંદિરમાં જન સંવેદના કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં જેમા લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાએ આજુબાજુના વિસ્તરથી આવેલા યુવા વડીલો માતા બહેનો અને સરપંચ સભ્યો સમાજના આગેવાનોને જંગલ જમીન વિશે માહિતી આપી આપણા વિસ્તારને આવનારા સમયમાં પ્રદુષણથી બચવા માટે જંગલોને બચાવવા અપીલ કરી હતી.
સાથે જ જંગલ વિસ્તારને વધારવા માટે દરેક ગામમાં વૃક્ષાનું રોપણ કરવા જણાવ્યું હતું સમાજના યુવાધન વિશે વાત કરતા કહ્યું કે, પોતાનુ ભવિષ્ય બનાવા માટે સમયનો ઉપયોગ કરો. નહિ કે વિદેશી દારૂ અને ધૂમ્રપાનમાં પોતાનું જીવન બરબાદ કરવું આ કાર્યક્રમમાં દેડિયાપાડા સાગબારા તાલુકાના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દર મહિનાની 1 તારીખે રાખવામાં આવે છે.