ભરૂચ જિલ્લાનાં ઝગડિયા તાલુકાના એક ગામની કોલેજીયન યુવતી પરિવાર સાથે દેવમોગરામાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી હતી. તે સમયે કૌશીકભાઇ ગજેંદ્રભાઇ વસાવાએ યુવતીને એકી ટસે જોઇ તેની પાસે જઇ તમે સાઇડ પર ચાલો મારે તમારૂ કામ છે તેમ કહી તેનો હાથ પકડી લેતા યુવતીએ પોતાનો હાથ છોડાવી લેતા કૌશિક ઉસ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી માથાના વાળ પકડી પેટના ભાગે લાત મારી હતી ત્યારબાદ યુવતી સાથેના અન્ય લોકોએ છોડાવતા કૌશિકે યુવતીને ગાલ ઉપર બે તમાચ મારી તેમજ કૌશિક સાથેનો યુવાન મિતેશ સર્જન વસાવાએ ગમે તેમ ગાળો બોલી તુ રોજ કોલેજ અમારા ગામના રસ્તેથી જાય છે.તો તુ હવેથી કોલેજ કેવી રીતેના જશે તે તું જોઇ લેજે તેમ કહીને ધમકી આપી યુવતીની જાતીય સતામણી કરી બાદ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.