હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે રાજ્યાના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા છે. તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત લઈને હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 2 દિવસમાં રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે. ચોમાસાની સાયયર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર એન્ટ્રી કરશે. ચોમાસાની સત્તાવાર જાહેરાત થતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેથી 27 અને 28 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ફિશરમેનને પણ વોર્નિંગ આપવામાં આવી છે.