2024ના વર્ષને અલવિદા કહીને વિશ્વ નવું 2025ના વર્ષને આવકારવા માટે તૈયાર છે. જેને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ અલગ સમયે શરૂ થાય છે. નવું વર્ષ સૌથી પહેલા કિરિટીમાટી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. તેનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યૂઝીલેન્ડના રહેવાસીઓએ પણ વર્ષ 2025નું જોરદાર સ્વાગત કર્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણાં શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે. જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (અમેરિકા)માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડથી વર્ષ 2024નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી કરાઈ હતી. જોકે શું તમે જાણો છો કે, નવું વર્ષ 1લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિશિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું હતું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે.
કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઊજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. વિશ્વમાં સૌથી પહેલા આઈલેન્ડ ઓપ કિરિબાતી રિપબ્લિકના કિરિટીમાટી દ્વીપ પર નવા વર્ષની શરૂઆત થઈ.