ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2025માં યોજાનારી ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગમાં 1751થી વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવશે. વર્ષ 2025માં યોજાનારી ભરતીઓની માહિતી આપવામાં આવી છે. જેમાં DYSO, નાયબ મામલતદાર, શિક્ષણ સેવા, રાજ્ય વેરા નિરીક્ષક અને વહીવટી સેવામાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ષ 2025નાં ઓક્ટોબર મહિનાથી શરૂ થતી આ પરીક્ષાઓ આગામી વર્ષ ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. આ પરીક્ષાનું સંપુર્ણ કેલેન્ડર GPSCની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. જેના પરથી જરૂરી માહિતી માટે આ કેલેન્ડર ડાઉનલોડ કરી શકાશે.
વર્ષ 2025માં ક્યા વિભાગમાં થશે ભરતીઓ:-
વિવિધ વિભાગોમાં કુલ 1751 જગ્યાઓ માટે ભરતી થશે
160 DYSO અને નાયબ મામલતદારની થશે ભરતી કરાશે
શિક્ષણ સેવા વર્ગ-2ની 300 ખાલી જગ્યાઓ પર ભરતી થશે
રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ પર ભરતી કરાશે
આરોગ્ય વિભાગની 3200 જગ્યા પર ઝડપી ભરતી માટે કવાયત હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં આ જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે વર્ષ 2026 સુધીમાં ઉપર મૂજબની તમામ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેના માટે રાજ્યના યુવાનો તૈયારી શરૂ કરી સારૂ ભવિષ્ય બનાવે તેના માટે ખૂબ શુભેચ્છાઓ.