2024નું વર્ષ ભારતીય ટીમ માટે મિશ્ર વર્ષ રહ્યું. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ટીમ ઈન્ડિયાએ ઘણી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી હતી.. જેમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પણ ટીમ ઈન્ડિયાએ જીત્યો હત્યો. બીજા હાફમાં ટીમ ઈન્ડિયાએ ઘણા શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યા, જેમાં ભારતીય ભૂમિ પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટ વોશ થવાનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાજર છે. શ્રેણીની અત્યાર સુધી 4 ટેસ્ટ રમાઈ છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 03 જાન્યુઆરી, 2025થી રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે 2025ની પ્રથમ મેચ હશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બર, 2024થી શરૂ થઈ હતી. શ્રેણીની છેલ્લી ટેસ્ટનો છેલ્લો દિવસ 07 જાન્યુઆરી, 2025 રહેશે.
2025માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ કોની સાથે થશે ?
ઓસ્ટ્રેલિયા સામે નવા વર્ષની પ્રથમ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા 2025ની પ્રથમ શ્રેણી ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી સફેદ બોલની શ્રેણી રમાશે. આ સિરીઝમાં પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ અને 3 ODI મેચ રમાશે. પહેલા ટી-20 સિરીઝ રમાશે. ત્યારબાદ 06 ફેબ્રુઆરીથી વનડે શ્રેણી શરૂ થશે.
2025માં ટીમ ઈન્ડિયાની પ્રથમ ટૂર્નામેન્ટ
સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં તેની પ્રથમ ટુર્નામેન્ટ રમશે. 2025ની આ પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 09 માર્ચે રમાશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયા માટે દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.