વસાવા દિનેશ આર
હજુ તો ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ આ વરસાદે ભલભલા ભ્રષ્ટાચારીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે. જેમાંથી એક છે રોડના કામમાં વેઠ ઉતારવી અથવા ભ્રષ્ટાચાર કરી રૂપિયા બચાવી ખિસ્સામાં ભરવા, સમગ્ર બનાવ પર નજર કરીએ તો, ડેડિયાપાડાથી મોવી (રાજપીપળા) જતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
ક્યારે બન્યો રસ્તોઃ-
ડેડિયાપાડાથી મોવી- રાજપીપળો જતો 17 કિલોમીટરનો રસ્તો ગત વર્ષે એટલે કે,2021-22માં બન્યો હતો. જે રસ્તો બન્યો તેની જાહેર માહિતી પણ કોન્ટ્રાકટર દ્વારા જાહેર કરવામાં આવી છે. પરંતુ આ કામમાં કોન્ટ્રાક્ટે વેઠ ઉતારી હોવાથી અથવા તો નીચલી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાથી ગુજરાતમાં પડેલા પહેલાજ વરસાદમાં રોડ પર મોટો ખાડા પડી ગયા છે.
રસ્તાની અંદાજીત રકમઃ-
રસ્તાની અંદાજીત કુલ રકમની વાત કરીએ તો, 11.72.22960 આંકવામાં આવે છે. આ રસ્તો રાજ્ય સરકારના ભંડોળમાંથી બનાવમાં આવ્યો છે. આટલા બધા રૂપિયા વાપર્યાં છતાં પણ રસ્તો કોના પાપે તૂટી જાય છે અથવા રોડ પર ખાડા કેમ પડી જાય છે. તે મોટો સવાલ છે.