વ્યારા શહેરમાં આવેલા અને સીટી મોલના નામે જાણીતી બિલ્ડિંગના ચોથા માળેથી દારૂની બોટલો નીચે ફેંકતા રાહતદારીને ઈજા પહોંચી છે. મહેશ ગામીત નામનો યુવક સીટી મોલની નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચનાક દારૂની બોટલો નીચે પડી હતી. જેમાંથી એક બોટલ રાહતદારીને માથામાં વાગી હતી. જે બાદ રાહતદારીને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો.
સીટી મોલના ચોથા માળે કોણ પીવે છે દારૂઃ-
સ્થાનિક રિપોર્ટરના જણાવ્યા અનુસાર સીટી મોલના ચોથા માળેથી દારૂની બોટલો નીચે ફેંકવામાં આવી હતી. દરમ્યાન રાહતદારીને એક બોટલ વાગી હતી. ઘટનાની જાણ આજુબાજુના દુકાનદારોને થતાં તાત્કાલિક મોટી સંખ્યામાં લોકોની ભીડ થઈ હતી.
કોણ ફેંકી દારૂની બોટલ ?
સીટી મોલના ચોથા માળેથી દારૂની બોટલ ફેંકવામાં આવી એનો મતબલ એ કે, સીટી મોલમાં દારૂની પાર્ટીઓ થાય છે. અથવા તો દારૂનો ધંધો ખુલ્લેઆમ શહેરમાં થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યારા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ તેમજ વિદેશી દારૂનું ધૂમ વેચાણ વ્યારા પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે. તેના પર વ્યારા પોલીસ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.