શનિવારે સુરત શહેરના ઉધનામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તથા, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દિપક દરજી, શિક્ષક નિરીક્ષક તેજલબેન રાવ, તેમજ શિક્ષક નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રીની હાજરીમાં વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય તેમજ ટ્રસ્ટ મંડળનું બોર્ડની પરીક્ષામાં 100% સફળતા પૂર્વક અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ પારિતોષિત અને પ્રમાણપત્ર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ શ્રેષ્ઠ સન્માન બદલ આદ્ય સ્થાપક દેવચંદ સાવજ તેમજ પ્રમુખ કિશોર સાવજે શાળાના આચાર્ય બહેનો અને સંચાલકનું પુષ્પ ગુચ્છથી અભિવાદન કર્યું હતું અને સર્વ શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.