તાપી જિલ્લામાં યુ-ટ્યુબ અને વેબસાઈટ તેમજ દૈનિક,સાપ્તાહિક,પાક્ષિક, તેમજ માસિક ન્યુઝ પેપર શરૂ કરી તાપી જિલ્લાની માહિતી તેમજ ગુજરાત સરકારની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ડિજીટલ પ્લેટફોર્મ પર કેટલાક પત્રકારો સક્રિય હતા પરંતુ બુધવારના રોજ તાપી ઈન્ફો દ્વારા એક મેસેજ ગૃપમાં ફોરવર્ડ કરી 20થી 25 પત્રકારને ગૃપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે. જે બાદ પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આ વાત સમજવી જરૂરીઃ-
સૌથી પહેલા તો એ વાત સમજવી પડશે કે, પત્રકાર સ્વતંત્ર છે. પત્રકાર માટે કોઈ સિમા નથી. પત્રકાર ગમે ત્યાં ગમે ત્યારે કામ કરી શકે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ મીડિયાને મહત્વ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપ કોઈપણ વ્યક્તિ લધુ સમ ઉદ્યોગ શરૂ કરી શકે છે. જેમાં પછી ન્યુઝ ચેનલ હોય કે પછી યુ-ટ્યુબ ચેનલ હોય, સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ગુજરાત સરકારના કામોની માહિતી લોકો સુધી પહોંચાડે છે એમા ખોટુ શું છે ?
તર્ક-વિતર્ક શા માટે ?
તાપી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લામાં થતાં સરકારના કાર્યક્રમનું કવરેજ કરી પ્રેસ નોટ મારફતે પ્રિન્ટ,તેમજ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાને માહિતી આપવામાં આવતી હતી. જેના સમાચાર ન્યુઝ પેપર કે,વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવતા હતા.પરંતુ તાપી માહિતી ખાતા દ્વારા અચાનક કેટલાક પત્રકારોને ગૃપમાંથી રિમૂવ કરી દેતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું તાપી જિલ્લા માહિતી ખાતાને જિલ્લામાં થતાં સરકારી કાર્યક્રમની જાણ લોકોને ન થાય તેમાં રોષ છે ? જો તમે પત્રકારો માટે કોઈ ધારા ધોરણ કે નિયમ નક્કી કર્યાં હોય તો તે બધાં માટે લાગુ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.