મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે કેસનો ચુકાદો આપતાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધો છે. રાહુલ ગાંધીને રાહત આપતા ન્યાયાધીશે કહ્યું કે, જ્યાં સુધી અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અમે રાહુલની સજા પર રોક લગાવીએ છીએ.
રાહુલ ગાંધીને રાહત મળવા પર કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે પ્રેમની જીત છે. રાહુલ ગાંધીના કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી હતી. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદી પૂર્ણેશ મોદી મૂળ મોદી અટકના નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી આ કેવી રીતે બની શકે. તેમણે વધુમાં કહ્યું, આ લોકો કહે છે કે મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને થઈ રહી છે.