ડેનિયેલ ગામીત
તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગે છે. કારણ કે તાજેતરમાં બનેલી ઘટના પરથી લાગે છે કે અંહી પોલીસનું કામ ગૌ રક્ષકો કરી રહ્યા છે. કારણ કે અંહી કેટલાક કહેવાતા ગૌ રક્ષકોને લાગે છે કે, અમે પોલીસથી ઉપરી છીએ… જિલ્લામાંથી હજારો પશુઓની ગાડીઓ કતલખાને ધકેલાય છે. ત્યારે તમે કેમ કાર્યવાહી કરતા નથી. ચાલો માની લઈએ કે, મંલગદેવના ભાઈ પશુઓને કતલખાને લઈ જતા હતા. અને એ વાત ગૌ રક્ષકોના કાને વાયા-વાય પહોંચી ગઈ અને તમે પશુઓના ટેમ્પો ચાલકને પકડી પણ લીધો અને પશુઓને છોડાવી પણ લીધા… પણ કોઈને માર મારવાનો કે પછી હાથ પગ તોડવાનો અધિકાર તમને કોણે આપ્યો… મા- બહેન અને જાતિ વિષયક ગાળો આપનારા તેમને ગૌ રક્ષક કેવી રીતે માની લેવા ?
પોલીસની કામગીરી નિક્રિય સાબિત થઈઃ-
જિલ્લા કે તાલુકામાંથી એટલા મોટા પાયે પશુપાલનની તસ્કરી થાય છે. તો પોલીસને શા માટે ખબર ન પડી, કે પછી બીટ જમાદારે હપ્તા લઈ કામ પતાવી લેવું છે. જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેની પ્રવૃતિઓ ચાલે છે તેના પર પોલીસ પ્રશાસન કાર્યવાહી કેમ કરતું નથી.
આરોપીઓ સામે કાર્યવાહી ક્યારે ?
યુવકનો પગ તોડનારા આરોપીઓમાં નેહા પટેલ, ફેનીલ આદિત્ય, રાજુ દાઢી તેમજ અન્ય બે શખ્સ મળી કુલ છ લોકો સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ માથાભારે આરોપીઓને પોલીસ ક્યારે પકડશે છે. અને ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું…. તો બીજી તરફ આદિવાસી સમાજ દ્વારા એવી માંગ છે કે, આરોપીઓ સામે પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.