ગતરોજ વ્યારા ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં નવસારી , વલસાડ , ડાંગ , તાપી જેવા જીલ્લામાંથી આવેલા વિવિધ આદિવાસી સમાજના આગેવાનો ,લોકો સાથે આયોજીત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સામાજીક , રાજકીય , સાંસ્કૃતિક , શૈક્ષણિક જેવા વિષયો ઉપર અનેક આગેવાનો એ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
આ દરમિયાન તાપી જીલ્લામાં આ કાર્યક્રમમા પધારેલ જાણીતા યુનિયન લીડર અસીમ રોય દ્વારા અપાયેલું નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું છે કે ૧૯૮૦ પછી પહેલીવાર તેઓએ દક્ષિણ ગુજરાતની આ જીલ્લામાં આવો કોઈ કાર્યક્રમ માં સહભાગી થયો છે તે તેમજ ઉત્પલ ચૌધરી , દમયંતી ચૌધરી , પ્રતિભા શિંદે , દિલિપભાઈ ગામિત , આનંદ ચૌધરી , રમેશભાઈ શ્રીવાસ્તવ , આરતીબેન ભીલ , અંરવિદ ચૌધરી , તેજશભાઈ ચૌધરી , અખિલભાઈ ચૌધરી , જીમીભાઈ પટેલ રોમેલ સુતરિયા જેવા અસંખ્ય આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં વૈચારિક સંવાદ થકી આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી.
આ સંદર્ભે રોમેલ સુતરિયા એ રાજકીય પક્ષો માં રહેલા વંચિત સમુદાયોના આગેવાનો ની કફોડી હાલત ઊપર પુછતા તેઓએ જવાબ આપ્યો હતો કે અવારનવાર આપણે જોઈએ છીએ કે કોઈ નેતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ માં પકડાયા હોય તે પછી તેમને ભાજપ , આપ , કોંગ્રેસ કોઈ પણ પક્ષ હોય જાતિ જોઈ તેમના વિરુદ્ધ રાજકીય પક્ષ કાર્યવાહી કરતો હોય છે.તેમા પણ ૫૦૦૦ વર્ષ થી થયેલા અન્યાય અત્યાચાર જે સમુદાયો ઊપર વધું થયા છે તેમને દિવસે અને દિવસે વધુ ટાર્ગેટ બનાવી વંચિત સમુદાયો નું મુખ્ય પ્રવાહના રાજકારણમાં જે થોડું ઘણું નેતૃત્વ છે તે પણ ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેનો નમૂનો દક્ષિણ ગુજરાત તો જોઈ રહ્યો છે હવે સ્થાનિક તાલુકા અને જીલ્લા કક્ષાએ પણ વંચિત સમુદાયો ના આગેવાનો ને રાજકીય પક્ષો ખત્મ કરશે તે નક્કી છે માટે દરેક રાજકીય આગેવાનો ને આહ્વાન કરીએ છીએ વંચિત સમુદાયો ના હક અધિકાર ની લડતમાં સહભાગી રહો અને સાથે રહી મુખ્ય પ્રવાહના રાજકારણમાં દલિત – આદિવાસીઓના ખત્મ થતાં નેત્રુત્વ ને બચાવવા સહુએ સાથે મળીને બાયો ચડાવવા નો સમય આવી ગયો છ