રાજપીપળામાં યોજાયેલ “નર્મદા રત્ન” એવોર્ડ સેરેમનીમાં સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થી – ડૉ વરુણ વસાવા, હાલમાં સા. આ. કેન્દ્ર મોઝદા-દેડીયાપાડામાં ફરજ બજાવે છે. તેમને “નર્મદા રત્ન” તરીકે સન્માનિત કરવા માં આવ્યા હતા. તેઓ નર્મદાના સાગબારાના ખોચરપાડા ગામના વતની છે. પરંતુ તેઓ છેલ્લા ૧૨ વર્ષથી દર મહિના ના પહેલા રવિવારે નિશુલ્ક દાંતની સર્જરી સમાજ સેવા પૂરી પાડે છે. અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ દર્દીઓને સારવાર આપી ચુક્યા છે.