ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિક વલર્મથીનું અવસાન થયું છે. હ્રદય બંધ થવાને કારણે તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલરામથીએ પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું છેલ્લું કાઉન્ટડાઉન તાજેતરમાં જ આપવામાં આવ્યું હતું,
જ્યારે દેશનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3, 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.