બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.. શહેરના 35 વિસ્તારમાં સરકારે જાહેરનામું બહાર પાડી અશાંત ધારો લાગુ કર્યો છે. અશાત ધારો લાગુ થતાં સ્થાનિકોએ જમીન વેચવા માટે પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે. અશાત ધારો વર્ષ 2023થી 2028 સુધી અમલી રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો અને તોફાનો થયા હતા.