રાજ્યની સ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થી દીઠ રૂપિયા 7,500ની સહાય શાળાને આપવામાં આવતી હતી.. પરંતુ શાળાઓની ચકાસણીમાં કેટલીક ગેરરીતિઓ ધ્યાને આવતા યોજના રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે રાજ્ય સરકારની નવી સ્કોલરશીપ યોજના અંતર્ગત સહાય સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે.