કેરળના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના ચાલી રહી હતી. વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કેરળ વિસ્ફોટના મુદ્દે કેરળના સીએમ સાથે વાત કરી છે. NSGની NBDS ટીમ પણ કેરળ જશે. પ્રશાસને હોસ્પિટલોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘વિસ્ફોટ હોલની વચ્ચે થયો હતો. મેં વિસ્ફોટના ત્રણ અવાજો સાંભળ્યા. હું પાછળ હતો. ત્યાં ઘણો ધુમાડો હતો. મેં સાંભળ્યું છે કે એક મહિલાનું પણ મૃત્યુ થયું છે.