આજકાલ લોકો રૂપિયા કમાવવા માટે સાચાને ખોટું અને ખોટાને સાચુ, તેમજ રૂપિયાની લાલચમાં ગમે તે કરી નાખવા માટે તૈયાર થઈ જતા હોય છે. કેટલાક લોકો નકલી બેંક ઊભી કરી રૂપિયા કમાવે છે..તો કેટલાક ભેજાભાજ ઓછા રૂપિયા ઈનવેસ્ટ કરી વધારે રૂપિયા કમાવવાની લાલચ આપે છે.
આજે વાત કરવી છે હીરા નગરી સુરતની જી હા સુરત શહેરમાં છેલ્લાં કેટલાક સમયથી બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે. 1000,2000 રૂપિયા ખર્ચી મોટી ચેનલ કે પછી મોટા ન્યુઝ પેપરના આઈકાર્ડ લઈ લોકો ફરતા હોય છે.
ફરી એકવાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટ છાપવાનું મીની મશીન ઝડપાયું છે.
ઓફિસ બહાર સુરત હેરાલ્ડ નામની ન્યુઝ ચેનલનું બોર્ડ મારી અંદર ખોટી કરન્સી છાપવાનું કામ ચાલતું હતું. ઘટનાની જાણ થતાં સુરત પોલીસે આરોપી ફિરોઝ શાહની ધરપકડ કરી છે. તેની પાસેથી 200,500ની કુલ 9 લાખ જેટલી ફેંક કરન્સી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.