આજકાલ મોટાભાગના લોકો સોશ્યિલ મીડિયામાં ખૂબજ એક્ટિવ રહેતા હોય છે.. કેટલાક લોકો તો સોશ્યિલ મીડિયામાં એટલા ઊંડા ઉતરી જાય છે કે તેમનો ખાવાનો સમય પણ ભૂલાઈ જતો હોય છે. કેટલાક લોકો ક્યાંક ફરવા જાય એટલે તરફ ફોટો અપલોડ કરી દે અને પછી કેટલી લાઈક મળી તે જોવા માટે 10-10 સેકેન્ડે મોબાઈલ જોયા રાખે છે.
કોઈ સામાન્ય માણસ રીલ્સ બનાવીને ઈસ્ટા કે ફેસબૂકમાં અપલોડ કરે તો તેની નોંધ ઓછી લેવાતી હોય છે. પણ જ્યારે કોઈ સરકારી અધિકારી અથવા ગુજરાત પોલીસનો કોઈ કર્મચારી ખાખી વર્દી પહેરીને રીલ્સ બનાવે તો તેની ચર્ચા આખા ગામમાં થતી હોય છે.
અમરેલીમાં મહિલા પોલીસકર્મીને રીલ્સનો ચસ્કો લાગ્યો અને ખાખી વર્દીમાં રીલ્સ બનાવી સોશ્યિલ મીડિયામાં અપલોડ કરી દીધી.. જોત જોતામાં રીલ્સ વાયરલ થઈ ગઈ. એક માહિતી મુજબ પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન રીલ્સ બનાવવાની મનાઈ છે તે છતાં કેટલાક પોલીસકર્મી નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. જેના કારણે સસ્પેન્ડ થવાનો વારો પણ આવતો હોય છે. અમરેલીમાં ફરજ દરમ્યાન વીડિયો બનાવી વાયરલ કરતા મહિલા પોલીસકર્મી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે જિલ્લા એસપી આ મહિલા પોલીસકર્મી સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.