32 C
Ahmedabad
Monday, September 9, 2024

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 16 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે? સત્ય જાણી લેજો


ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. ટી20 વર્લ્ડ કપ 2024ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત-પાકિસ્તાન મેચની એક ટિકિટ લગભગ 16 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ICCની ઝાટકણી કાઢી છે.

લલિત મોદીએ X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, જાણીને આશ્ચર્ય થયું કે ICC ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટ 20 હજાર ડોલરમાં વેચી રહી છે. ક્રિકેટ વધુ આગળ વધે અને ચાહકો જોવા માટે આવી શકે તે માટે યુએસમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલા માટે નહીં કે તેના દ્વારા પૈસા કમાઈ શકાય.

સૌથી સસ્તી ટિકિટ કેટલી છે?

જો આપણે ICCની ઓફિશિયલ વેબસાઈટ તપાસીએ તો અહીં કંઈક અલગ જ જોવા મળે છે. ICCની વેબસાઈટ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ $300 થી શરૂ થાય છે. એટલે કે ભારત-પાક મેચની સૌથી સસ્તી ટિકિટ લગભગ 25 હજાર રૂપિયા છે.

સૌથી મોંઘી ટિકિટ 8 લાખ રૂપિયાની છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સૌથી મોંઘી ટિકિટ 10 હજાર ડોલરની હોવાનું જણાય છે. આ ડાયમંડ ક્લબની ટિકિટ હશે. જો ભારતના સંદર્ભમાં જોઈએ તો આ ટિકિટની કિંમત 8 લાખ રૂપિયાથી વધુ હશે. પરંતુ 20 હજાર ડોલરની ટિકિટ ICCની વેબસાઇટ પર દેખાતી ન હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!