32 C
Ahmedabad
Monday, September 9, 2024

નર્મદાના લીમખેતર ગામમાં અવરજવર માટે એક જ રસ્તો, બ્રિજની કામગીરી ઠપ્પ, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ


નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના લીમખેતર ગામ ખાતે નદીના બ્રિજની ગોકળ ગાયની સ્થિતિએ ચાલી રહેલી કામગીરી બંધ કરવામાં આવતા લોકો ચિંતિત બન્યા છે, આ કામગીરી મુદ્દે રજૂઆત કરવા છતાં, આગામી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી કોઈ પરિસ્થિતિ નથી દેખાતી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર માત્ર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે રોડ, બ્રિજ બનાવવાનાં હોઈ ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરે છે. પરંતુ સામાન્ય જનતાને અવરજવર કરવાના રસ્તાઓ, બ્રિજ બનાવવામાં જાણે આળસ આવતી હોઈ એવી રીતે કામગીરી કરતા જણાય છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ગરૂડેશ્વર તાલુકાના લીમખેતરથી ગડી જતર, જાંબલી ગામને જોડતા નદીના બ્રિજનું કામ પૂર્ણ થયું ન હોવાથી ૪થી વધુ ગામોનાં હજારો વાહન ચાલકો તેમજ આસપાસના ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લા, તાલુકા મથકે કચેરીઓમાં, ખરીદી કરવા જતાં લોકો, સ્કૂલ, કોલેજ, ITI, કોમ્પ્યુટર ક્લાસ સહિતના અભ્યાસ અર્થે હજારો વિધાર્થીઓનું ભાવી જોખમમાં મુકાઈ રહ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે, છેલ્લા ૬ મહિનાથી બ્રિજ બનાવવાની કામગીરી એટલી ધીમીગતિએ ચાલતી હતી, જે હાલ બંધ કરી દેવામાં આવતા અમારા ૪ જેટલા ગામોના લોકોને અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોઈ તાલુકા, જિલ્લા મથકે કામ અર્થે કે ખરીદી કરવા જતા લોકો અને અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને ચોમાસામાં નદીમાં પાણી આવી જશે, નદી ક્રોસ નહિ થાય. જેથી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાશે.
સ્થાનિકોની માંગ છે કે, આ બ્રિજ તો હાલ વહીવટી તંત્ર પૂર્ણ કરે એવું અમને નથી લાગતું કારણે અમે રજુઆત કરી ત્યારે દિવાળીથી કામ શરૂ થશે એવો જવાબ મળ્યો હતો.અમારા ૪ ગામના લોકોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થો કરી આપે તેવી માગ છે. ત્યારે સ્થાનિકોની આ માગ તંત્ર પૂરી કરે છે કેમ તે જોવું રહ્યું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!