લોક સમાચાર,તા.07-05-24
આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં જ કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે તેવા હેતુંથી સરકારી વિનયન અને વાણિજય કોલેજ ગરૂડેશ્વર તાલુકામાં શરૂ કરવામાં આવી છે. કોલેજની શરૂઆત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. કોલેજના નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી હાલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કામચલાઉ ધોરણે સરકારી વીર સુખદેવ પ્રાથમિક શાળા, એકતાનગર ખાતે કાર્યરત છે
કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો:-
કોલેજમાં સ્નાતક કક્ષાએ મુખ્ય અભ્યાસક્રમાં સામાન્યપ્રવાહ(B.A.)માં ગુજરાતી, હિન્દી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને વાણિજય પ્રવાહ(B.COM)ના વિષયોની શરૂઆત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવી કૉલેજમાં શિક્ષણનો લાભ લેઈ તેવા હેતુથી જાણ કરવામાં આવે છે.
નોંધ:- વિદ્યાર્થિઓએ એડમિશન મેળવવાં Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તા. 04/07/2024થી તા. 06/07/2024 સુધી Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી આ સંસ્થાનો લાભ મેળવી શકે છે.